હું ધોળકાના આસોપાલવ સોસાયટી નો રહેવાસી છું અને અહીં જ્યારે પણ વરસાદના બે છાંટા કે વાદળ ગાજે તો પણ લાઈટ જતી રહે છે.અને ક્યારે આવશે એની કોઈ માહિતી મળતી નથી કે હેલ્પલાઇન નંબર પર થી પણ જરૂરી જાણકારી મળતી નથી અહીં આવનાર અધિકારી દર બે વર્ષે બદલાતા હોય છે તો એમને પણ કોઈ રસ નથી આ સમસ્યા સુધારવાનો.
અત્યારે બે કલાક થી લાઈટ ગઈ અને બારીઓ ખોલી તો મચ્છરો ઘરમાં આવી ગયા હવે ખબર નય અહીં ચાંદીપુર નામનો વાયરસ ધરાવતો મચ્છર પણ આવી ગયો હોય તો હું મારા છોકરાને એ ના કારડે એટલે આખી રાત જાગવાનો છું તમારી વાહિયાત સર્વીસના કારણે કેટલા કુટુંબો હેરાન થયા હશે એતો ચર્ચાનો વિષય રહ્યો.
ખબર નહીં પણ આ કંમ્પ્લેઇન પણ કદાચ મારો સમય જ બગડશે કોઈ ધ્યાન આપે તો સારું . બાકી અરુણ બાબુ ફોટા પડાવશે એવોર્ડ સાથે કે સુંદર કામ કર્યું અને અમે અહીં સડતા રહીશુ…