જય હિન્દ જયભારત સાથે જણાવવાનુ કે અમદાવાદ સીટીના વિસ્તાર નુ અમારુ બાકરોલ ગામ સબ ડીવીઝન ચાગોદર લાગેછે. જે છેલ્લા ઘણા સમય થી આવી કાડ ઝાડ ગરમી તથા મચ્છરની સીઝનમા અવાર નવાર Ugvcl નો પાવર કટ થવાનો પ્રોબ્લેમ વધારે છે ઘરમા નાના બાળકો સુતા હોયછે જે ગરમીમા હૈરાન થાયછે. ગામ સાબરમતી નદી પટના વિસ્તારનુ ગામ છે. મચ્છર નો ગામમા ત્રાસ છે. જેથી લાઈટ નો પાવર કટ થવાથી મચ્છર કરડી ને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગ થવાનો ખતરો રહેછે અને પુરતા પ્રમાણ મા રેગ્યુલર આવતો નથી. અવાર નવાર કટ થાય છે. જેને કારણે ગામના નાગરીકો હૈરાન થાયછે. લાઈટ જીવન જરૂરિયાત છે. લાઈટ વગર અમારા ગામમા ધંધો રોજગાર બગડે છે ગામ AMC કોર્પોરેશનમા હોવાથી પીવાનુ પાણી ફીક્સ સમયે આવેછે. જે લાઈટ જવાથી બોર ઓપરેટર પાણીમા કાપ મીકે છે. લાઈટનો પાવર કન્ટીન્યુ આવતો નથી. પાવર અવાર નવાર જવા આવાને કારણે ઘરની ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓને ભારે નુકસાન થાય છે. રાત્રીના સમય ગાળામા પુરતો પાવર ન મળવાથી રાત્રે પંખા પણ બરોબર ચાલતા નથી. અને Ugvcl નો પાવર અમારા ગામ ની બાજુમા વિસલપુર મા પણ છે અમદાવાદ ના સાઉથ બોપલ શેલા જેવા વિસ્તાર મા પણ છે. ત્યા આટલી બધી સમસ્યા થતી નથી. ત્યા VIP માણસો રહેછે અહીયા સામાન્ય નાગરિક કો રહેછે. આધુનિક જમાનામા એક એક કલાક લાઈટ નો પાવર કટ થાય એટલે બહુ મોટી સમસ્યા સર્જાય છે. તેથી અમારા આ બાકરોલ ગામનો પ્રોબ્લેમ જલદીથી સોલ થાય તે માટે તમાારે જે વ્યવસ્થા કરવી હોય એ કરો અમેને પુરતો પાવર આપો અમારા સબ ડીવીઝન ચાગોદરમા લૈખીત અરજી આપેલ છે. પણ કોઈ પ્રોબ્લેમ સોલ થતો નથી.અમે CCC@Ugvcl.com <mailto:CCC@Ugvcl.com> ની કંપ્લેન મેઈલ આઈડી પર મેઈલ પણ કરેલ છે. જે મેલમા અમને દરશાવેલ છે. કે બાકરોલ તથા બાદ્રાબાદ ના વિસ્તારોમાં ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે.
જેથી વીજ માંગ માં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ભારે દબાણ ની લાઇન માં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેથી ઘણી વખત લાઇન બંધ
કરવાની જરૂર પડે છે અને વીજ પુરવઠો બંધ કરવો પડે છે. આવા બહાના ખોટા વચનો આપવામા આવેછે દિવસ મા ક્યારે અને કેટલી વખત લાઈટ નો પાવર કટ થાય એનો કોઈ સમય નથી. દિવસ મા પાંચથી વધારે વખત રોજ પાવર કટ થાય છે. તેથી અમારી આ લેખીત રજૂઆત જલદીથી જલદી સોલ થાય એ માટે કાર્ય વાહી કરો. એવી મહેરબાની લિ. સમસ્ત ગામના નાગરીકો